ઝીની સેટલમેન્ટ માટેની અરજી સેબીએ નકારી કાઢી

ઝીની સેટલમેન્ટ માટેની અરજી સેબીએ નકારી કાઢી

ઝીની સેટલમેન્ટ માટેની અરજી સેબીએ નકારી કાઢી

Blog Article

એક અસામાન્ય પગલામાં મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીની સમિતિએ ગુરુવારે ઝી એન્ટરટેઈનમેન્ટ, તેના ભૂતપૂર્વ ચેરમેન સુભાષ ચંદ્રા અને ભૂતપૂર્વ એમડી પુનિત ગોએન્કાની સેટલમેન્ટ માટેની ઓફરને નકારી કાઢી હતી. આની જગ્યાએ સેબી હવે આ તમામ સામે નવેસરથી નોટિસ જારી કરશે.

સેબીએ ગુરુવારે કહ્યું હતું કે તે ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક ચેરમેન સુભાષચંદ્રા, તેમના પુત્ર પુનિત ગોયેન્કાને નવેસરની કારણદર્શક નોટિસ ફટકારશે અને કંપની તથા ચંદ્રા સામે લિસ્ટિંગ નિયમોના ભાગના કેસમાં તપાસ ચાલુ જ રહેશે.
ઝી એન્ટરટેઈનમેન્ટ અને તેના ટોચના અધિકારીઓ ડિસ્ક્લોઝર નિયમોના ભંગના કેસમાં તપાસ હેઠળ છે. અગાઉ જુલાઈ-2022માં તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેને પગલે ઝી અને પુનિત ગોયેન્કાએ સેબી સમક્ષ સેટલમેન્ટ કરી લેવા માટે અરજી કરી હતી. જોકે સેબીના હોલ-ટાઈમ મેમ્બર્સની પેનલે આ પ્રક્રિયા નકારી કાઢી હતી અને વધુ તપાસ માટે સેબી સમક્ષ આ બાબત મોકલી આપી હતી.

ગત સપ્ટેમ્બરમાં સ્ટાર ઈન્ડિયાએ ઝી એન્ટરટેઈનમેન્ટ પાસે 94 કરોડ ડોલરની નુકસાની માગી હતી. લંડન કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન (LCIA)માં તેને કેસ કર્યો છે. આઈસીસી ઈન્ટરનેશનલ મેચના 2024થી 2027ના ટીવી પ્રસારણના અધિકારના સબ લાઈસન્સ માટેના કરારનું પાલન ન કર્યું હોવાનો સ્ટારનો ઝી પર આરોપ છે. ઝીએ સોની સાથે 10 અબજ ડોલરનું ડીલ કર્યું, ફરી રદ કર્યું, સામ-સામે કેસ કર્યા, ફરી સેટલમેન્ટ કર્યું, ફરી ડીલ કર્યું. આમ, ઝી અને તેના પ્રમોટરો સતત વિવાદમાં રહ્યા છે.

Report this page